STORYMIRROR

Bhavna Bhatt

Tragedy Others

3  

Bhavna Bhatt

Tragedy Others

અબોલા

અબોલા

1 min
233

આ ભારેખમ અબોલા,

બોજ બન્યાં આ અબોલા,


કેવાં મસ્તીના સંબંધ હતાં,

થયાં દુશ્મન આજે અબોલા,


ભાવના અરસપરસ હતી,

તૂટી લાગણીઓ અબોલા થકી,


એકમેકને સમજતાં હતાં,

નાસમજ બન્યાં અબોલા થકી,


એક માળાના મણકા હતાં,

તૂટીને વિખરાયા અબોલા થકી,


એકજ ઘરમાં રહેતા હતાં,

અલગ રસોડાં થયાં અબોલા થકી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy