આવ્યો વરસાદ..
આવ્યો વરસાદ..
પે'લા ઝરમર વરસે પછી,
આવ્યો અનરાધાર આવ્યો,
વરસાદ આવ્યો..આવ્યો,
ફળિયામાં બાળકો ભીંજાય,
શેરીમાં કૂતરાં ભીંજાય અરે,
પપ્પા ઓફિસથી ભીંજાય,
વરસાદ આવ્યો..વરસાદ,
નળિયા ચૂવે,મોભા પલળે,
વચ્છ્ચે જુવાનિયા ઉલળે,
કેવો નખરાં કરે વરસાદ..
ઘડી ધીમી ધારે, ઘડી સુપડાધારે,
આવ્યો આવ્યો વરસાદ,..
મમ્મી ન થાય ભીના કપડા થાય,
પછી ગરમ ગરમ નાસ્તો બને,
આવ્યો આવ્યો વરસાદ..આવ્યો.
