STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Children

3  

ASHOK PETHANI 'SNEHI'

Children

આવ્યો બાળમેળો

આવ્યો બાળમેળો

1 min
238

મેળો મેળો શાળામાં આવ્યો બાળમેળો

આ તો મોજ મસ્તીનો છે મેળો,

શાળામાં આવ્યો બાળમેળો,


ચિત્ર દોરતો ને રંગ એમાં પૂરતો રે

એતો રંગોની રમઝટમાં રમતો રે,


જુઓ લાગે છે બાળ કેવો રૂડો

શાળામાં આવ્યો બાળમેળો,


ચીટકકામ ને છાપકામ કરતા રે

કાગળકામ કરી નવસર્જન કરતા રે,


આતો બાળ આનંદનો છે મેળો

શાળામાં આવ્યો બાળમેળો,


રૂડા ગુંજે છે ગીત બાળમેળામાં

શીખો જીવનની રીત બાળમેળામાં,


આ છે જીવન કૌશલ્યનો કેડો

શાળામાં આવ્યો બાળમેળો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children