આવતીકાલ
આવતીકાલ
જ્યારે આવતીકાલની શરૂઆત મારા વગરની થશે
અને જ્યારે હું તે જોવા ત્યાં નહીં હોંઉ,
સૂર્ય ઊગીને તારી આંખો શોધશે આંસુથી ભરપૂર પૂરી આંખો મારા માટે હશે
મને ખબર છે તું મને કેટલો પ્રેમ કરે છે જેટલો હું પણ તને કરું જ છું,
અને દરેક વખતે તું મને યાદ કરીશ, પણ મને ખબર છે તું ખૂબ યાદ કરીશ મને
પણ જ્યારે આવતીકાલની શરૂઆત મારા વગરની થશે, મહેરબાની કરી મને સમજવાની કોશિશ કરજે,
કે એક એંજલ આવી મને મારા નામે બોલાવી ગઈ, ખુદ પોતાના હાથે મને પંપાળીને દોરી ગઈ
મેં આપણી પ્રેમાળ જિંદગી વિષે વિચાર્યુ પણ ખરું, ખબર છે મને તું મારા વગર દુઃખી હશે,
મને તે પણ વિચાર આવ્યો આપણે કરેલો પ્રેમ, અને હા, કેટલી કરેલી મજા તે પણ ખરું ને !
તેથી જ્યારે આવતીકાલની શરૂઆત મારા વગરની થશે, આપણે જુદા થયા ને દૂર થયા તે વિચારીશ જ નહીં,
કેમકે જેટલીવાર તું મારો વિચાર કરીશ, હું તારી પાસે તને તારા જ હૃદયમાં મળીશ.
