STORYMIRROR

Mahendra Rathod

Drama Fantasy

3  

Mahendra Rathod

Drama Fantasy

આવી વસંત

આવી વસંત

1 min
4.8K



સુકેરી ડાળોનો બદલાયો છે રંગ જોને,

પુરાઈ ગયું જાણે કે કોઈના અંતરનું બાખું,


મ્હોરી વસંત ને મોહર્યું છે ઉપવન આખું,

લાવ થોડો કેસુડો પણ મુજ હૈયામાં નાખું,


કોકિલને કોઈક તો કારણ મળે ટહુકારનું,

ખોબો ભરીને પાલવમાં મોગરાને પણ રાખું,


ઘેરાઈને કુંજમાં એકલા ભરાઈ શું મળવાનું,

વાયરા સંગે વહેતી ફોરમને પણ થોડી ચાખું,


ભેખડો ચીરીને દોડ્યા છે ઝરણાઓ જોવાને,

જાણે ઓચિંતું ઉતર્યું બ્રહ્માંડ ધરા પર આખું!


Rate this content
Log in

Similar gujarati poem from Drama