આવી દેવ દિવાળી
આવી દેવ દિવાળી
આવી દિવાળી દેવની દિવાળી
ચાલો ઉજવીએ દેવદિવાળી,
દીપકની લાઈનો થઈ પાછી ન્યારી
પ્રકાશની પ્રગતિ લાવી દેવ દિવાળી,
તહેવારની યાદો પાછી થઈ સુહાની
આંગણું સજાવવા આવી દેવ દિવાળી,
ઉત્સવની વાત થાશે ફરી એકવાર
પ્રકાશને પાથરવા પાછી આવી દેવ દિવાળી,
પરિવારની સાથે ફરીથી ઉજવશું ઉત્સવ
જીવનને રંગવા પાછી આવી દેવ દિવાળી,
આકાશ ગુંજશે ને રંગોળી દોરાશે
જીવનને મહેકાવવા આવી દેવ દિવાળી.
