STORYMIRROR

Bhavna Bhatt

Fantasy

3  

Bhavna Bhatt

Fantasy

આસમાની રંગની ચૂંદડી

આસમાની રંગની ચૂંદડી

1 min
200


મારી ચેહરમાંની ઓઢણીયે ઉડે આસમાની રંગ,

ઊડે કોટિ, કોટિ તારલાને સાથે ચાંદલીયો સંગ.


દસે દિશામાં નવખંડમાં માવડીનો પાલવ લહેરાય,

માં ની મમતામાં ભાવના સભર હૈયા હેતે હરખાય.


ચેહરમાંના ઔલોકિક તેજમાં ભીંજે ધરણીનો ઉછંગ,

માવડીની ભક્તિમાં મનના અનેરા તપ,જપના ઉછંગ.


માવડી દુશ્મનોનો સંહાર કરો, માં જિતાડો ભવજંગ,

મારી ચેહર માંની ઓઢણીયે ઉડે આસમાની નવરંગ.


મરતોલીથી આવ્યાં માફા જોડી સોળે સજી શણગાર,

ગોરના કૂવે બેસણા કરીને માવડીએ કર્યો જયજયકાર.


દેવો મુનિવર નેતિ વદે ત્યાં હું શું જાણું મતિહીન,

ચરણ કમળમાં ચિતડું, જોડી પ્રાર્થના કરુ નિશદિન.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy