આશીર્વાદ
આશીર્વાદ
મારી ઉર્જાનો દસ્તાવેજ તારા આશીર્વાદ છે માં,
મારી બદલતી જીંદગી તારા વિચારો છે માં,
મારી ઉર્મિઓ તારા દિલની ઉઠતી સંવેદના છે માં,
મારી તકદીર તારી આશિષ થી બદલાઈ છે માં,
મારી જીંદગી નો ખેલ તારી ધડકન નો તાલ છે માં,
મારી લાગણીઓ તારા મનમાં ઉઠતા ખ્યાલ છે માં,
મારી ચાહત તારી આંખોની પલકારમા છે માં,
મારી રાહત તારા મીઠા બોલમાં છે માં,
મારુ સુખ તારા ચરણોમાં છે માં,
મારી ગમતી બધી ક્ષણો તારા સાનિધ્યમાં છે માં,
મારી હાર કે જીત બધી તારી દુવામા છે માં,
મારી મમત કે ગમ્મત તારી મરજીની સંમતિમાં છે માં..
