આપણી શાળા
આપણી શાળા
આપણી શાળા આ તો આપણી શાળા
સૌને ગમતી આ તો આપણી શાળા,
મનગમતું શીખવતી આ તો આપણી શાળા
જીવનને ઘડતી આ તો આપણી શાળા,
જીવનના પાઠ ભણાવતી આ તો આપણી શાળા
શિક્ષણથી સજાવતી આ તો આપણી શાળા,
સ્વાસ્થ્ય સારું રાખતી આ તો આપણી શાળા
મનોબળ નથી બાંધતી આ તો આપણી શાળા,
મહેનતનું મહત્વ સમજાવતી આ તો આપની શાળા
જીવનને જીવંત રાખતી આ તો આપણી શાળા,
બાળકોની પ્રગતિ કરતી આ તો આપણી શાળા
ધ્યેયને પ્રાપ્ત કરાવતી આ તો આપણી શાળા.
