આપી જાય છે
આપી જાય છે
તૂટી ગયેલ ફૂલ સુગંધ આપી જાય છે,
વીતી ગયેલ પળ યાદ આપી જાય છે,
ખરી ગયેલ પાન દિલાસો આપી જાય છે,
બેકાર કરેલ કોશિશ ભરોસો આપી જાય છે,
વ્યર્થ કામની નિષ્ફળતા સબક આપી જાય છે,
પરિશ્રમની સફળતા ઓળખ આપી જાય છે,
ઓલવાઈ ગયેલ દીપ અંધકાર આપી જાય છે,
આભે ઊગતો રવિ નવી આશ આપી જાય છે,
છૂટી ગયેલા સંબંધ અનુભવ આપી જાય છે,
વહી ગયેલું જીવન સંદેશ આપી જાય છે,
દરેક માણસનો અલગ અંદાજ હોય છે,
કોઈ જીવનમાં પ્યાર,
તો કોઈ પ્યારમાં જીવન આપી જાય છે.
