Mehul Anjaria

Tragedy

4.4  

Mehul Anjaria

Tragedy

આંસુનાં તોરણ

આંસુનાં તોરણ

1 min
80


આંખોનાં પોપચાંં પર, લાગે છે જે ભાર,

શુું અટકેલાંં શમણાંંઓ હશે કંઈ હજાર ?


અધખુલ્લા નયનોથી, થાયે અશ્રુની જે ધાર,

શુું ઉલેચી રહી છે વેદનાઓ અપાર ?


આંસુનાં તોરણ, લાગે છે જે નવલખા હાર,

શુું મૌનની ભાષા ને બસ, આંખોનો જ આધાર ?


કહેવાને વાત હવે, લાગે છે જે વાર,

શુું આંખથી આંખ મળે, તો ના થઈ જઈએ ચાર ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy