STORYMIRROR

Nilesh Antani

Abstract Others

4  

Nilesh Antani

Abstract Others

આનંદમય જીવન

આનંદમય જીવન

1 min
3


આનંદ ક્યાંક દૂર નથી,

એ તો શ્વાસોમાં છુપાયો છે,

હસતા ચહેરા, સાદી વાતોમાં

જીવનનો અર્થ ગૂંથાયો છે.

નાની નાની ખુશીઓમાં

જો નજર રાખતાં શીખીએ,

તો મોટા દુઃખના પહાડો માંય 

રેત સમા સરકી જઈએ.

સવારનો સૂરજ, સાંજની હવા,

ચા સાથેની એક શાંતિ,

આ બધું જ ભેગું થાય ત્યારે

મળે જીવનને સાચી કાંતિ.

જે છે તેમાં સંતોષ રાખવો,

જે નથી તેનું દુઃખ ન ધારવું,

આનંદમય જીવન એટલે

પોતાને પોતે સ્વીકારવું.

આસુંને પણ આવકારીએ,

કારણ કે એ હસવું શીખવે છે,

અંધારામાં દીવો બની

આનંદનો માર્ગ બતાવે છે.

જીવન કોઈ સ્પર્ધા નથી,

ન કોઈ જીતનો દાવ,

દરેક ક્ષણને પ્રેમથી જીવવી 

એજ સાચો સ્વભાવ.

આનંદમય જીવન એટલે

મનનું મૌન, દિલનું ગીત,

જ્યાં સ્વપ્નો શાંતિથી સૂવે

અને જાગે વિશ્વાસની પ્રીત.

- નિલેશ અંતાણી 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract