STORYMIRROR

Nilesh Antani

Others

4  

Nilesh Antani

Others

રજૂઆત થઈ ગઈ (ગઝલ)

રજૂઆત થઈ ગઈ (ગઝલ)

1 min
3


એમની સાથે જે પહેલી વાત થઈ ગઈ,

જાણે આખી જિંદગીની રજૂઆત થઈ ગઈ.

આંખો મળી ને મૌન પણ બોલી ઉઠ્યું,

શબ્દો વગર જ પ્રેમની શરૂઆત થઈ ગઈ.

કોરો હતો હું લાગણીના રણમાં ક્યારનો,

તું આવી ને વહાલની બરસાત થઈ ગઈ.

જીતવાનો હતો જેને શોખ આખી દુનિયામાં,

તારી નજર સામે એ દિલની માત થઈ ગઈ.

હું શોધવા નીકળ્યો હતો મારા અસ્તિત્વને,

તને પામ્યો ને મારી જાત રળિયાત થઈ ગઈ.

ભલેને દુનિયાએ ઊભી કરી દીવાલો,

સપનામાં તો રોજ મુલાકાત થઈ ગઈ.

_નિલેશ અંતાણી 








Rate this content
Log in