વેલકમ ૨૦૨૬
વેલકમ ૨૦૨૬
ખુશીથી ઝળહળે આકાશ, નવી સવાર આવી છે,
આશાની દીપશિખા લઈને નવી વરસી આવી છે.
ભૂલી જઈએ ગઈ કાલની છાયાઓ, થાકેલા પળોને,
નવા સપનાઓની ખુશ્બુ સાથે હવા નમી આવી છે.
હાથમાં હાથ લઈ ચાલીએ, વિશ્વાસના રસ્તે ફરી,
હૃદયના ખૂણે ખીલવા ફરી કોઈ કળી આવી છે.
દરેક ઘાવ પર મલમ બને, એવો સમય મળે સૌને,
પ્રેમની ભાષા શીખવતી કોઈ ઘડી આવી છે.
હાસ્યના રંગે રંગાઈ જાય જીવનનું કેનવાસ,
આંખોમાં આશા, હોઠે પ્રાર્થના ભરી આવી છે.
નિલેશ, નવા વર્ષને આવકારો ખુલ્લા દિલથી,
કારણ કે કિસ્મત પણ આજે સ્મિત કરતી આવી છે.
-નિલેશ અંતાણી
