સમયની વાત (ગઝલ)
સમયની વાત (ગઝલ)
1 min
6
નજર સામેથી જ્યારે વહી જાય છે સમય,
ત્યારે જિંદગીની કમી સમજાય છે સમય.
હસીને જીવી લ્યો, અહીં કાલ શું હશે,
કોઈના હાથમાં ક્યાં રહી જાય છે સમય?
સપનાઓ તૂટતા, છતાં હિંમત ન હારવી,
નવા રસ્તાઓ ખુલ્લે, જઈ જાય છે સમય.
પ્રતીક્ષામાં વિતાવી દીધા વર્ષો ઘણાં,
એકાદ પળમાં જ આખો સમી જાય છે સમય.
' નિલેશ' તું ક્યાં ખોવાયો છે આ ભીડમાં,
જો, તનેય ચૂપચાપ કહી જાય છે સમય.
નિલેશ અંતાણી
