STORYMIRROR

Nilesh Antani

Tragedy

4.5  

Nilesh Antani

Tragedy

વિરહની ઈબાદત (ગઝલ)

વિરહની ઈબાદત (ગઝલ)

1 min
9


ભીની આંખે હસવાની હવે આદત થઈ ગઈ છે,

તારા ગયા પછી વિરહની ઈબાદત થઈ ગઈ છે.

શોધું છું તને હું પવનની લહેરોમાં ક્યાંક,

શ્વાસ લેવામાં પણ હવે તો હરકત થઈ ગઈ છે.

સાંજ પડે ને પેલી ખાલી બેંચ મને પૂછે છે,

'નિલેશ' વગર શું આવી હાલત થઈ ગઈ છે?

તારું નામ લખીને મેં તો ભૂંસી નાખ્યું રેતી પર,

પણ દરિયાના મોજાંઓને એની મહોબત થઈ ગઈ છે.

ચાલ, ફરી એકવાર અજાણ્યા બનીને મળી લઈએ,

આ પરિચિત મૌનથી હવે બહુ દહેશત થઈ ગઈ છે.

- નિલેશ અંતાણી


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy