બે મુક્તકો
બે મુક્તકો
૧. ઘડતર
ટાંકણાના ઘા સહીને જ પથ્થર ઈશ્વર બને,
સોનું પણ તપીને જ તો સુંદર ઘરેણું બને.
તું ડર નહીં મુસીબતોથી ઓ મુસાફર,
સંઘર્ષની કલમથી જ તો તારું નસીબ બને.
૨. વિજય
સરળ રસ્તે ચાલવામાં શું મજા આવે ?
કાંટા વાગે તો જ ફૂલોની કિંમત સમજાય છે.
પરસેવો પાડીને જે મેળવે છે સિદ્ધિ,
એના જ મસ્તક પર વિજય તિલક થાય છે.
- નિલેશ અંતાણી
