આનંદ છે
આનંદ છે
ખુશીમાં રહીને જીવવામાં આનંદ છે,
મસ્તીમાં રહીને જીવવામાં આનંદ છે,
હકીકત હો પીડાકારક શું કામની,
કલ્પનામાં વહીને જીવવામાં આનંદ છે,
તકલીફ આવે નાસીપાસ શાને થવું,
દરદને સહીને જીવવામાં આનંદ છે,
જુદાઈ વિરહ છે મોહબ્બતમાં નક્કી,
પ્રેમમાં ચહીને,જીવવામાં આનંદ છે,
બોલેલા વેણ જો દે કોઈને તકલીફ,
આંખોથી કહીને જીવવામાં આનંદ છે,
માંગેલું ‘દિવ્ય’ કયાં મળ્યું છે કોઈને,
જે છે એ ગ્રહીને જીવવામાં આનંદ છે.
