STORYMIRROR

Kamlesh Rabari Ghana

Romance Fantasy

4  

Kamlesh Rabari Ghana

Romance Fantasy

ગઝલ - જોઉં છું ઝરૂખો

ગઝલ - જોઉં છું ઝરૂખો

1 min
285

લખવું તો ખુબ પણ સાથ ક્યાં લબ્જનો મળે,

અંતે બારી ખોલી બેસી રોજ જોઉં છું ઝરૂખો,

અક્ષર છુપેલો મારો હોય મહેંદી શોભે તારાં હસ્તે,

મહેકતો સાથ રહેશે હવે જોઉં છું ઝરૂખો.


વ્હાલ તારું વહાલું સ્થાન કોઈને નહિ આપું,

ભવ થી ભુલો પડી ને જોઉં છું ઝરૂખો,

તું નથી સાથે પણ યાદ છે, હૈયામાં ઘણી,

આજ આવીશ એવી આશ થી જોઉં છું ઝરૂખો.


વિચારે - વિષાદે, ધીમા પવનની હવાએ,

એકલ સંગત સ્વપ્નમાં હું જોઉં છું ઝરૂખો,

તુજ સ્વરે સાંભળ્યું, કેમ ઉદાસ છે કેડી,

હું છું ને સાથે શબ્દ સુણી જોઉં છું ઝરૂખો.


દૂર છું માઈલો તુજથી છતાં વસે છે હૈયામાં,

પડઘે સ્વર સાંભળી તરત જોઉં છું ઝરૂખો,

પ્રિયે તારા થયા પછી ક્યાં મન માને છે કેડીનું,

શું જીદ પુરી થશે, જિંદગી હું જોઉં છું ઝરૂખો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance