આંખો ભીનાશમાં
આંખો ભીનાશમાં
સંચર્યા કરે આંખોમાં
ધારણાઓ પાંખોમાં,
કિનારાના ભીના પથ્થરો ભીનાશમાં
કસાયેલી પાંખ વિહરે અવકાશમાં !
સુખની દોડ આંખોમાં
ચિંતાની ચિતા પાંખોમાં,
નિરાશી દરિયાના ટીપા ખારાશમાં
નદી પર્વતી ભાષા છે ગુંજાશમાં !
