આંખ કોરી થઈ તારી
આંખ કોરી થઈ તારી
આંખ કોરી થઈ તારી, ઝરણાંને પૂછ તું
દોડતા થાકી ગયો, તો હરણાને પૂછ તું,
મુદ્દો રાજનીતિ, કે કોઈનાં ઘરનો મળે
ઢાંક્યું એ નહીં રહે કૈ, ગરણાંને પૂછ તું,
રાત દિવસ શોધતા રહ્યા, જે જિંદગીને
બાકી શું રહ્યું ? હવે, એ શમણાંને પૂછ તું,
ધમધમતા હતો, માનવ મહેરામણ
ના સાથિયો કે રંગોળી, આંગણાંને પૂછ તું,
વસંત ખીલી હતી, ચોમર મઘમઘતી
પાનખરને ન ગમ્યું, ઝાંખરાંને પૂછ તું,
હતા સંબંધો સારા, સન્માન મળતું ઘણું
થયું કેમ આવું આજે, આપણાંને પૂછ તું,
હતો એ જમાનો, ઠંડા પરબનાં પાણીનો
ઊભા છે ફ્રીઝ ત્યાં, વ્યથા માટલાંને પૂછ તું.
