STORYMIRROR

Tirth Soni

Drama Inspirational Thriller

4.4  

Tirth Soni

Drama Inspirational Thriller

આલિંગન

આલિંગન

1 min
272


સુખ દુઃખ સદા રહે વળગેલાં,

જીવન હૂંફનું આલિંગન માંગે,

સારા નરસા સૌ ભેદ ભૂલાવી,

ત્યજેલાં, પ્રેમ આલિંગન માંગે,


આશા તૃષા એ અમર પ્યાસ,

તરસ વારી નું ઈંગત તાકે,

વેર રાગથી ભરી આ દુનિયા,

સ્નેહભર્યું આલિંગન માંગે,


સુદામો આવ્યો લઘરવઘર દેહ,

દ્વારકાનાથ ના આલય દ્વારે,

વિસરેલ બાળપણની પ્રીત,

હાથ ફેલાવેલ આલિંગન માંગે,


પથ્થર થઈ ગૌતમની નારી,

અવર ના અધમ કૃત વાંકે,

મૌન બની રાહ એ જોતી,

પરમ રજ આલિંગન માંગે,


વીત્યાં વર્ષો વનવાસ વચનનાં,

નિજ સુત ના સુખ સ્વાર્થ કાજે,

ભરત હૃદયની વિરહ અગન,

રઘુવર રામનું આલિંગન માંગે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama