આજનો યુગ
આજનો યુગ


કવિતા પૂરી કરું છું
પધારો સ્વાગત તમારું
કિનારા વહે છે,
વહેણ સ્થિર છે,
સૂરજ પરિક્રમા કરે,
પૃથ્વી સ્થિર છે
પૃથ્વીના તેજે,
સૂરજ તપે છે,
પ્રજા એવો રાજા,
ભુલવા નિશાળો છે,
બેકાર બનવા કોલેજ,
નોકરી બાપા કરે,
છોકરા બેકાર છે
દબંગ શિક્ષા આપે,
સંસ્કારની દિક્ષા સાથે,
દિમાગ લોકરમાં છે
ઘરેણાં રસ્તા પર પડ્યાં
દિવસે ઊંઘે છે
રાતે ભરપૂર જાગે છે
ઉનાળે ઠંડી પડે
રોજ પાછો વરસાદ
ચોમાસે દુકાળ કાળો
શિયાળો ગાયબ છે
વસંત વળી શું બલા છે
પ્રજા રક્ષા કરે છે
પોલીસ ફરતો પહેરો ભરે છે
સરવાળો કે ગુણાકાર
કરો તો ઘટે છે
બાદબાકી ને ભાગાકાર
કરો તો વધે છે
છૂટાછેડા પહેલા થાય
પછી પરણે છે
સૂરજ ઊગે તો રાત
આથમે ત્યારે સવાર
ચાલો ત્યારે
કવિતા શરૂ થાય છે