STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

આજનો દિવસ

આજનો દિવસ

1 min
204

આજનો દિવસ મને ખુશ કરી ગયો,

અઢળક વર્ષા થકી જાણે ઈશ્વર પ્રેમ વરસાવી ગયો !


મોજમાં આવી ગઈ મારા બગીચાની

મધુમાલતી,

ગુલાબ પણ જોને ચારેકોર મહેક ફેલાવવામાં મશગુલ છે,


આ ભમરો ગાય જાણે ગીત નિતનવા,

ફૂલો તૈયાર થયા જાણે ધરતી અંબરની શાદીમાં જવા !


આ બાગે જાણે મહેકે મોગરો,

ને મારા આંગણે ચહેકે પંખી,


વરસાદના દરેક ટીપાં લાગે જાણે,

કોઈ શબ્દો ઈશ્વરના આશીર્વાદ તણા,


આ ગુલાબ ગીતો ગાય નિતનવા,

ચમેલી તો જાણે સફેદ સાડીમાં સજ્જ થઈ ઊઠી,

જાણે ધરતી અંબરના વિવાહમાં જવા !


આ ધરતી પર છાંટ્યું જાણે આભે અદ્ભૂત અત્તર,

પ્રકૃતિ જાણે જપી રહી છે ઈશ્વર તણો મંતર !


વીજળી ચમકી રહી છે આ ધરતીનું સુંદર

મુખડું જોવા,

જાણે ગ્રીન વસ્ત્રોમાં સજ્જ થઈ ગઈ ધરતી જાણે અંબર ને મળવા !

જાણે મોસમ બની ગઈ સુહાની !

સારી આલમ બની ગઈ એની દીવાની,


ધરતીને જાણે અંબરનો સાથ મળી ગયો !

જાણે વરસાદ આવીને એને સાદ કરી ગયો !

જાણે ધરતીને કોઈ સુંદર સહારો મળી ગયો !

જાણે માનવીને મોજ માણવાનો ઈશારો મળી ગયો,


ઝરણું, પહાડ, નદી, વૃક્ષો, પંખીઓ થયા જાણે ખુશખુશાલ,

જાણે સૌ ઈશ્વરની બની ગયા ટપાલ !


આ મયુર જાણે ખુશ થઈ ને કરે નૃત્ય !

જોઈને ધરતી અંબરનાં પ્રણયનું કૃત્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract