આજની ઘડી
આજની ઘડી
આજની ઘડી છે આનંદની હો બાળાઓ
આજની ઘડી છે ઉત્સવની,
શાળાની ઘડી છે સોહામણી ઓ બાળાઓ
આજની ઘડી છે પ્રસંગની,
આવ્યો કન્યા કેળવણી નો ઉત્સવ હો બાળાઓ
આજની ઘડી છે આનંદની
લાવ્યો કન્યા માટેની ખુશીઓ ઓ બાળાઓ
આજની ઘડી છે આનંદની,
કન્યાને ભણવા દો અને આગળ વધવા તત્પર કરો ઓ બાળાઓ
આજનો દિવસ છે ઉત્સવનો,
દીકરીને ભણાવવા દીકરીને શિખવાડવા આવ્યો કન્યા કેળવણીનો ઉત્સવ
ઓ બાળાઓ આજનો દિવસ છે ઉમંગનો,
દીકરી ભણશે તો બે ઘર ઉજાગર કરશે કન્યાને ભણાવો આગળ વધારો ઓ બાળાઓ
આજનો દિવસ છે સમજનો.
