આજી
આજી
1 min
53
હા જી હા મારું નામ આજી
નદી છું નથી કોઈ માજી,
રાખું કુદરતને હું રાજી
થોડી જાજી છે વનરાજી,
નીકળું લોધીકાથી સજી
રોકાઉં છું રાજકોટ હજી,
પરબે પાણીની હરાજી
અષાઢે પૂરમાં તારાજી,
ખેતરે ખેડું રાજી રાજી
ડાબે ડોંડી ન્યારી વીરાજી,
લાલપરી જમણે તાજી
રાજકારણે ભલે ગાજી,
ચોમાસે ભરપૂર છાજી
બાકી લૂખી સુક્કી લાજી,
જોડિયા ખાઈને ભાજી
કચ્છ અખાતે પુરી બાજી,
હા જી હા મારું નામ આજી
નદી છું નથી કોઈ માજી.