આઝાદી ના મળે
આઝાદી ના મળે
મને તારાં પ્રેમનો સહારો જોઇએ,
સ્નેહ વહેતો પ્રેમ એકધારો જોઇએ.
એમ ક્યાં સુધી જોયાં રાખીશ હું ?
તારા તરફથી ઇશારો જોઇએ.
એક નિર્ણય નિષ્ઠાથી લઈ લે તું,
કાયમીનો તારો સહારો જોઇએ.
તારે શું જોઈ બીજું ? માંગું છું હું,
હાથ ને સાથ, માંગનારો જોઇએ.
નથી આશા ગગનને પામવાની,
તારાં જેવો એક તારો જોઇએ.
પ્રેમમાં આખો દરિયો નથી પીવો,
બસ લાગણીનો ભારો જોઇએ.
ભટકું છું, એંકાત તણા અંધકારમાં,
પ્રિતની જ્યોત પ્રગટાવનારો જોઇએ.
સાવ ઠંડી પડી છે ચેતના ઉમંગ વગર,
જગાડીને હુંફ આપનારો જોઇએ.
આઝાદી ના મળે, બંધને ચાહત મળે,
દિલથી કોઈ સ્વીકારનારો જોઇએ.
હિંમત કરી કહી તો દીધું, તેજસ તેં,
એનાં હાવભાવનો, નજારો જોઇએ.