STORYMIRROR

Kalpesh Vyas

Romance

4  

Kalpesh Vyas

Romance

આજે નથી

આજે નથી

1 min
214

જેવી હતી કાલે પ્રખર, એવી નજર આજે નથી, 

કાલે હતા જે મૌન એ, ભોળા અધર આજે નથી, 


પીધાં અમે પીણાં ઘણાં, પણ એમની આંખો તણાં,

જામ-એ-નજર પીધા પછી, મયમાં અસર આજે નથી,


સંસારના કંસારનો આસ્વાદ તો માણો ખરાં,  

માન્યું ભલે એ ચાસણીથી તરબતર આજે નથી, 


કે નોતરું એણે મને તો ક્યારનું આપ્યું હતું,

પણ જે વળે એના ઘરે એવી ડગર આજે નથી, 


આજે કહે છે 'કાલ્પનિક' કે આજનો લ્હાવો મળે,

છે કાલની કોને ખબર, ઝંખી કદર આજે નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance