STORYMIRROR

Bindya Jani

Drama Tragedy Children

3  

Bindya Jani

Drama Tragedy Children

"આજ મારી ઢીંગલી રિસાણી"

"આજ મારી ઢીંગલી રિસાણી"

1 min
291

 આજ મારી ઢીંગલી રિસાણી... (૨) 

 એને કેમ રે મનાવું હું તો મૂંઝાણી... 


તેને રમકડાં આપી મનાવું... 

તેને ચોકલેટ આપી મનાવું... 

તોયે એ તો માને નહીં.. 


એને કેમ રે મનાવું હું તો મૂંઝાણી 

આજ મારી ઢીંગલી રિસાણી,


બોલાવું તોયે બોલે નહીં... 

હસાવું તોયે હસે નહીં.... 

કોઈથી માને નહીં.... 


એને કેમ રે મનાવું હું તો મૂંઝાણી... 

આજ મારી ઢીંગલી રિસાણી.... 


નવાં નવાં કપડાં અપાવું..... 

નવાં નવાં બુટ અપાવું.......

એ તો વાત સાંભળે નહીં..... 


એને કેમ રે મનાવું હું તો મૂંઝાણી.... 

આજ મારી ઢીંગલી રિસાણી.... 


તને મેગી ને પાસ્તા જમાડું... 

તને મંચુરિયન ને પીઝા જમાડું...

એ તો આંખોથી હસતી થઈ..... 


ચાલ, તને કાર્ટૂન બતાવું.... 

તને બાળગીત સંભળાવું.... 

એ તો ખડખડાટ હસતી થઈ.... 


હું તો રાજીના રેડ થઈ ગઈ 

હવે મારી ઢીંગલી માની ગઈ. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama