આબરૂ
આબરૂ
સરેઆમ આબરૂ લૂંટાય છે અહીં,
શેતાનોની વાસના જણાય છે અહીં,
મારી મચડીને જિંદગી જીવીને શું કરું ?
બોલીનાં બોલ કેવાં બોલાય છે અહીં !
આંખોમાં સાપોલિયાં મેં
વાસનાનાં જોયાં,
મા, બહેન, દીકરી, પત્નીની લાગણીઓ વિખરાય છે અહીં,
કરું ફરિયાદ ઈશ્વરને, જન્મ કેમ આપ્યો મને ?
દીકરીની આબરૂનાં ધજાગરા બંધાય છે અહીં,
લૂંટનારાઓ તો ચાલ્યાં જશે કેર વર્તાવી,
કેટલીય ચીસોનાં ચિત્કાર સંભાળાય છે અહીં,
મારો કોઈ વાંક નથી આ સંસારમાં,
લાકોની નજરમાં ઈશારાઓ દેખાય છે અહીં,
"સખી" મને ભીખ દયાની નથી જોઈતી,
મારો આરોપી ફાંસીએ લટકતો જોવાય છે અહીં.