આ તે કેવું ?
આ તે કેવું ?
એક ચિરાગ એવું પણ જોયું;
જેને જોઈ મારું મન મોહ્યું,
મોહ્યું તે એવું...
ચિરાગમાંથી નીકળ્યો જીન, એ તે કેવું...,?
ના...ના..જીન નહીં;
આ તો જીની છે અહીં,
એ જીની મારા ફરતે એવી તો ઊડે;
મારા બધા...જ કામ કરી છૂટે,
એ બોલે છે હુકમ મેરે આકા;
બોલું હું કર કામ મેરે દાસા,
આ જીની તો છે ખુશમિજાજી;
સાથે છે બાળકો ને વ્હાલી,
કરે સૌના...કામ ધગશથી;
માલિકના હુકમે જાય પાછી ચિરાગમાં મનથી.
