Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

આ સર્જનહાર કેવો હશે

આ સર્જનહાર કેવો હશે

1 min
137


આ સૃષ્ટિની રચના કરનાર સર્જનહાર કેવો હશે !

આ મારા તમારા હૈયાના ધબકારમાં વસનાર,

આ સર્જનહાર કેવો હશે !


આ પૃથ્વી આ ગ્રહો કેવું નિયમિત કાર્ય કરે છે !

એનું સંચાલન કરનાર આ સર્જનહાર કેવો હશે !


આ શરીરના એક અંગમાં તકલીફ હોય તો પીડા આખા શરીરને થાય,

આ અદ્ભૂત શારીરિક રચના કરનાર ઈશ્વર કેવો હશે !


આ વિશાળ દરિયો જેનો ન કોઈ પાર,

સૌને આપે છે ખુશીઓ અપાર,

આ સંસારમાં યોગ્ય ન્યાય કરનાર આ સર્જનહાર કેવો હશે !


આ પાનખર ને વસંત આવે ને જાય,

આ રણમાં પણ ગુલાબ ખીલાવનાર સર્જનહાર કેવો હશે !


આ લીલા પાન ને લાલ ફૂલો, સફેદ ફુલો, ગુલાબી ફૂલો,

આ અદ્ભૂત કલા પીરસનાર સર્જનહાર કેવો હશે !


ક્યારેક કિનારે આવીને ડૂબે નાવ, ક્યારેક મધ દરિયેથી પણ પાર ઉતરી જાય આ જીવનની નાવ,

આ માનવીના લેખા જોખા કરનાર સર્જનહાર કેવો હશે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract