Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pritima jogariya

Tragedy Inspirational Children

3  

pritima jogariya

Tragedy Inspirational Children

આ સમય સરકી રહ્યો છે

આ સમય સરકી રહ્યો છે

1 min
139


રોકી ના શકાય સમય સરકી રહ્યો છે,

ક્ષણે ક્ષણનો ઉપયોગ કરવો છે મારે,

આ સમય સરકી રહ્યો છે,


કરું હું મહેનત એવી નિષ્ઠાથી,

જોઈ સૌ શીખે સમયના ક્ષણને,

આ સમય સરકી રહ્યો છે,


મોબાઇલને વોટસએપની દુનિયામાં,

અડગ મનથી કામ કરું હું એકચિત્તે,

આ સમય સરકી રહ્યો છે,


લક્ષ્ય ઉપર રાખી નજર કરું એક જ કામ,

ડૂબકી લગાવું એમાં ને પાર કરું હું સમુંદર,

 આ સમય સરકી રહ્યો છે,


સફળતાની કેડીએ વાગે કાંટા હજાર,

એ કાંટાને પણ વીંધી મારે આગળ ચાલવું છે,

આ સમય સરકી રહ્યો છે,


ખંતને ખુમારીથી કરું હું સંઘર્ષ મારા કામમાં,

ઈશ પર રાખી ભરોસો મારે મહેનત કરવી છે,

આ સમય સરકી રહ્યો છે,


હારી માની નિરાશામાં ના બેસી રહું કદી,

અંતરમનને જગાડીને પણ આગળ ચાલવું છે,

આ સમય સરકી રહ્યો છે,


થાય સવાર ને રાત એની પણ ખબર નથી,

એવી જ નિષ્ઠાથી મારે સફળતા મેળવવી છે,

આ સમય સરકી રહ્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy