STORYMIRROR

Bhavna Bhatt

Fantasy

2  

Bhavna Bhatt

Fantasy

આ મારી માવડી

આ મારી માવડી

1 min
457

આમ વહેતું રહેશે આ વ્હેણ સમયનું ચેતો જરા,

એ ક્યાં કદી રોકાય છે માટે ચેહરમાં ને ભજો જરા.


આજ તારો તો કાલ મારો એ ભ્રમમાંથી નિકળો જરા,

ચેહરમાંથી સમય સૌનો બદલાય છે એ સમજો જરા.


ક્યાંય હસતો ચહેરો ને ક્યાંક રડતો ચેહરો મળે છે ઘણાં,

ક્યાંક આંખ છલકાય પણ ચેહરમાં સુખ આપે છે ઘણાં.


ક્યારેક જાણતાં હોઈએ ઘણું પણ રસ્તો મળતો નથી,

પણ ચેહરમાંથી અજાણી કોઈ આ જગની વાત નથી.


આવે કસોટી જીંદગીમાં જ્યારે આધાર ચેહરમાં બને,

સંબંધો ત્યાં પરખાય છે સગપણના જ્યારે સ્વાર્થી બને.


મળ્યા સંબંધો ઘણાં જીંદગીમાં, ચેહરમાં જેવુ કોઈ નહીં,

દિલમાં કો'ક જ સચવાય છે ભાવનાથી એ વિના કોઈ નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy