Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy

આ કુદરત

આ કુદરત

1 min
624


છે વિકલ્પો ઘણા છતાં મુજને જ ચુને છે.

વાત છે દર્દ સહેવાની હવે, 

આ કુદરત પછી ક્યાં કોઈને ય સુણે છે !


હજારો આવ્યા ને આવશે અવિરત આ જગે,

એક મારો જ મુકામ તેને ગમે છે.

આ કુદરત પછી ક્યાં કોઈને ય સુણે છે !


તફાવતો છે ઘણા મુજમાં, બીજામાં જાણે છે,

જો રોકવો જ હોય તો મને જ રોકે,

આ કુદરત પછી ક્યાં કોઈને ય સુણે છે !


જો મળે વ્યથા, પામે પછી આનંદ પણ સૌ અહીં,

દુઃખ તણો શિરપાવ જાણે મને જ અર્પે,

આ કુદરત પછી ક્યાં કોઈને ય સુણે છે !


કંઇક એવો જ સ્નેહ પામ્યો છું ' શૈલ ' જગતમાં,

રુદન કરું કે હાસ્ય, ભલે સમજી શકુ ના,

આ કુદરત પછી ક્યાં કોઈને ય સુણે છે !


છે વિકલ્પો ઘણા છતાં મુજને જ ચુને છે.

વાત છે દર્દ સહેવાની હવે, 

આ કુદરત પછી ક્યાં કોઈને ય સુણે છે !


Rate this content
Log in