Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

આ દરિયો

આ દરિયો

1 min
119


સૌના દિલનો રાજા આ દરિયો,

સરિતાનો ભરથાર આ દરિયો,

માછીમારનો તારણહાર આ દરિયો,

ઋણ કોઈનું ના રાખતો આ દરિયો,


ભોજનમાં મીઠું બની ભોજનને સ્વાદિષ્ટ બનાવતો આ દરિયો,

મેઘો થઈ અગણિત વર્ષા બિંદુ ભેટમાં ધરતો આ દરિયો,

મગર, માછલી ને જળચર માટે આશ્રય સ્થાન આ દરિયો,

દુનિયાની ખારાશ પીને મબલખા મોતી આપતો આ દરિયો,


ક્યારેક ગાંડો થઈને ટાઇટેનિકને પણ ગળી જતો આ દરિયો,

પોતાના ખોળે આવનાર નું જીવન ઘડતર કરતો આ દરિયો,

શુષ્ક રેતી ને પણ ભીતરથી ભીનાશ અર્પતો આ દરિયો,

કચરો સાથે લાવતી આ સરિતા પણ

ખારાપણાનું આળ પોતે ઓઢતો આ દરિયો,


સમંદર, દરિયો, રત્નાકર સાગર

એવા અલગ અલગ નામોથી ઓળખાતો આ દરિયો,

દરિયા શ્રેષ્ઠ નામનાં અર્થ છે નસીબદાર, મૈત્રીપૂર્ણ, સક્ષમ, ખુશખુશાલ, આધુનિક

પોતાના નામને સાર્થક કરતો આ દરિયો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy