૨૦૨૧ની અંતિમ રાત
૨૦૨૧ની અંતિમ રાત
૨૦૨૧ની આ અંતિમ રાત છે,
આખા વર્ષનું શબ્દોમાં તો કહી પણ ન શકાય...
જેટલું હસી નથી ને એના કરતા વધારે,
રડાવી ગયું છે આ વર્ષ...
છોડીને ગયેલા ફઈબા, કાકા, દાદાની યાદ,
આ અંતિમ રાત કેટકેટલું યાદ કરાવી રહી છે.
આ આંખોના અશ્રુમાં કેટકેટલી યાદો ઝાંખી પડી ગઈ છે,
બહુ બધી યાદ છે ફયબાની...
આ અંતિમ રાતમાં આખા વર્ષનું દવાખાનું,
સુખ, દુ:ખ, દરેક દિવસની હર એક ક્ષણ યાદ આવે છે...
૩૧ ડિસેમ્બર કાકાનો જન્મ દિવસ યાદ આવે છે,
આખા વર્ષની આજે અંતિમ રાત આવી ગઈ છે...
છે આ ૨૦૨૧ ની અંતિમ રાત,
વર્ષની છે આ છેલ્લી રાત...
બસ આ વર્ષની છે અંતિમ રાત,
૩૧ ડિસેમ્બરની અંતિમ રાત આવી ગઈ છે...
