Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MITA PATHAK

Abstract Inspirational Children

4.0  

MITA PATHAK

Abstract Inspirational Children

બહુરુપી

બહુરુપી

2 mins
289


બા અને દાદા તમે શું કરો છો? આ બેઠા હીંચકે વાતો કરીએ છે. તું પણ અમારી સાથે આવી જા. તેમનો પૌત્ર જય પણ તેમની સાથે આવીને બેઠો. દાદાએ કહ્યું, બેટા ભણવાનું કેવું ચાલે છે. દાદા સારું મહેનત કરી છે, ફર્સ્ટ તો આવી જશે. પણ તમને ખબર છે પેલો જતીન છે ને વાંચવાનું નાટક કરે છે. તેના મમ્મી,પપ્પા આગળ અને સ્કૂલમાં પછી ચોરી કરે છે. ઓહ બહુ ખોટું કહેવાય આતો,હા દાદા મેં એને સમજાવ્યો પણ એ માનતો નથી. એટલામાં આંગણમાં બહુરૂપી આવ્યો, જેણે રામનું રુપ ધારણ કર્યું હતું. તરત દાદા બોલ્યા: જો આ બહુરુપી રોજ નવા નવા રુપ ધરીને આવે છે. પણ તેની મજબૂરી છે, એટલે ગામે ગામ ફરીને રોજી રોટી કમાય છે. આવો જ એક બીજો બહુરુપી રોજ આવતો હતો ત્યારે, એને એક દિવસ મેં બેસાડીને પૂછ્યું, તમે કેમ આવું કામ કરો છો ? તો તેની આંખમાં પાણી આવી ગયું, અને કહું દાદા મારે તો સરકારી જોબ છે. અને પૈસે ટકે પણ સુખી છું. આ તો શેર માટીની ખોટ છે. એટલે દસ વર્ષ સુધી હું બહુરુપી બનીશ એવી ટેક લીધી હતી. વર્ષમાં એક વાર ચાર પાંચ દિવસ માટે,બાળકોને ખૂબ આનંદ કરાવું છું અને ભગવાનની દયાથી મારી બાધા પૂરી થઇ છે. એટલે હું નિ:સંકોચ આ કામ કરું છું. મને મજા આવે છે. પણ છોકરાઓ તમારી પાછળ પાછળ દોડે છે, કોઈ વાર પથ્થર ફેંકે, પૂંછડું ખેંચે છે, પણ તમે ગુસ્સે નથી થતા. હા દાદા હું બાળકોને હું સમજાવું છું. આમ પોતે બહુરુપી ન હોવા છતા રોજ નવા નવા રોલ કરતો.

    હે ! દાદાજી સાચે જ એ એવું કેવી રીતે કરી લેતા હશે ! એમને શરમ કે બીક ન લાગે તેમને કોઈ ઓળખી જશે, તો ! આ નજીકના ગામના જગદીશભાઈ છે એવી.

ના બેટા સાચા કામ માટે ક્યારેય ડર કે બીક નથી લાગતી.

  પણ બીક પેલા જતીનને જરુર લાગતી હશે. તેના મા-પિતાની સામે વાંચન, અને સ્કૂલનાં બધા જ ટીચર્સ સામે પરીક્ષામાં લખવાનું નાટક કરવાની. . ,અને ચોરી કરે છે એટલે, આ બહુરુપી જેવા તેના બે રુપ છે. પણ ફરક એટલો છે બહુરુપી મજબૂરીમાં રોલ ભજવે છે. અને તારો મિત્ર તેની આળસ અને બેદરકારીમાં આવું કરી રહ્યો છે. માતાપિતાને મન તો તેનો દીકરો કેટલો હોશિયાર છે બીજો, ત્રીજો નંબર લાવે છે પણ તેમને નથી ખબર એના જીવનનું પરિણામ કેવું આવશે.

    હા દાદા, બે દિવસ પહેલા હું મંદિર ગયો ત્યારે, એ પણ તેની બાને લઈને આવ્યો તો અને પૂજાપાઠ કરીને મને કે' છે તું મારી બાને ઘરે ઉતારી દે જે, મારે કામ છે. અને એની બા ને કે છે ગામના ફલાણા કાકીથી ચલાતું નથી હું બસમાં બેસાડીને ઘરે આવું છું. પછી હું એની બાને લઈને જતો હતો ત્યારે, મેં એને ગલ્લાના ખૂણામાં સિગરેટ પીતા જોયો હતો. મે તો ત્યારનું નક્કી કર્યુ કે, આવા જૂઠા અને બહુરુપી ચહેરાવાળા જોડે મારે બોલવું નથી. હા, બેટા તે બહું સારો નિર્ણય લીધો છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract