નવરાત્રી
નવરાત્રી


નરેશ અને નલિની ભાવથી નવરાત્રીમાં નવ દિવસ ભકિત આરાધના કરીને ઉપવાસ કરતા. માતાજીના મંદિરમાં સાડીઓની ભેટ આપે છે અને પછી નવરાત્રીના નવ દિવસે નવદુર્ગા સ્વરૂપ નાની છોકરીઓનું પૂજન કરીને જમાડીને ભેટ આપીને સરસ રીતે ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે.
મમ્મી તું ક્યાં જાય છે ?
હું હમણાં જ ગાયને ખાવા ખવરાવીને આવું છું.
જલ્દી આવજે નહિ તો અમે જમી લઈશું બહુ ભૂખ લાગી છે.
નરેશની માતા ગૌશાળા જઈને ગાયો માટે એક વર્ષનાં ઘાસ માટે પૈસા આપે છે અને ગાયોને ખવડાવીને નીકળતા જ હોય ત્યાં જ ગાયોનો રખેવાળ બા ને પગે લાગીને કહે છે બા જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. આશિર્વાદ આપતા આપતા તેમની આંખો ભરાઈ ગઈ.