આગ
આગ


શિયાળાની ઠંડીના દિવસોમાં મિત્રોએ ભેગા તો થવું જ હોય. એટલે ગમે તે બહાનું કાઢીને સોસાયટીના ગેટની બહાર થોડા નાનામોટા લાકડા અને કચરાને ભેગો કરી આગ ચાંપીને તાપણાંની સાથે ગામની પંચાત કરવાની મજા કંઇક ઓર જ હોય. રોજની આદતથી મજબૂર ચાર પાંચ મિત્રો ભેગા થઈને તાપણું કરતા.
તેવામાં સંદીપે બુમ પાડી "ઓ મહેશ, આમ સીધા સીધા જ ઘરે જઇશ એવું ના ચાલે યાર. બઉ દિવસે દર્શન દીધા. હાલ ઘરે આજે તો ...ગપ્પા મારિસુ મોડા સુધી.
મહેશ તરત જ "અરે ! ના ચારપાંચ દિવસે આજે જ ઘરે આયો,કાલે શાંતિથી આવીશ."
સંદીપ તેને દોડીને પકડી લાયો, "એવું કંઈ ના ચાલે, સેજ વાર રહીને જા."
મહેશ સેજ રોકાણો. બધા વાતો જ કરી રહ્યા હતા ત્યાં નરેશ બોલ્યો,"અલ્યા બે દિવસ પહેલા તો મેં તને તારી ગાડીમાં ભાભી સાથે જોયો હોય એવું લાગ્યું,"
"ના રે ના, હજું હું આજે ચાર પાંચ દિલસની મુસાફરી કરી ઘરે આવી રહ્યો છું. આગળ વધારે ચર્ચા થાય એ પહેલાં જ સંદીપ હું જાઉં બહુ થાક લાગ્યો છે યાર... સારુ પછી મળીએ."
મહેશેએ તાપણાંમાંથી આપણા માટે લીધેલો ધુમાડો,થોડા જ દિવસમાં આગ સ્વરૂપ પકડ્યું.