બપોર
બપોર
ઊનાળામાં બપોરનો તાપ એટલે સૌ માટે વડના ઝાડનો છાયો સર્વે માટે આશીર્વાદરૂપ છે. મુસાફર માટે રાહ જોવાની રાહત અને નાના મોટા બે ગલ્લાંવાળા માટે છત્રછાયા. રમેશભાઈ દસ વર્ષથી ચા અને નાસ્તાની સાથે પાણી પરબ ચલાવીને સંતોષ અનુભવતા અને રોજ વડને પગે લાગીને બોલતા તમે તો મારા પૂર્વજ હો એવી ભાવના થાય છે. રમેશભાઈને કુદરત અને પ્રકૃતિ પ્રેમ એટલો વ્હાલો કે આવનાર દરેક બાળકને કહેતા બેટા એક વૃક્ષ જરૂર વાવજે. તારા આવનાર ભવિષ્યમાં આશીર્વાદરૂપ નીવડશે.
રમેશભાઈ કયારેય ચણ નાખવાનું પણ ન ભૂલતાં. રમેશભાઈ આજે ચૌધાર આંસુએ રડી રહ્યા છે. . . અને કાનમાં શબ્દો પડઘા કરી રહ્યા છે. "જુઓ રમેશભાઈ તમે જરાય ચિંતા ના કરો આ વડને અને તમારી જીવાદોરીને કંઈ જ નહીં થાય બસ તમે સમયસર મતદાન મને આપી જજો. "આજ છાયડાની જગ્યાએ ભેંકાર ડામરિયો રોડ દેખાય રહ્યો છે. પોતે આપેલા મતદાન પર પસ્તાવો કરે છે.