MITA PATHAK

Horror

4.5  

MITA PATHAK

Horror

ડર

ડર

2 mins
290


એક અંધારી રાતે હું અને મારા મિત્રો ફિલ્મ જોઈને બહાર આયા. પણ અમે થોડું ચાલીને આગળ ગયા. ફિલ્મ અને નાસ્તો પતાવતા એક વાગી ગયો હતો એટલે રિક્ષા પણ ઓછી મળે. કારણ આ રસ્તે અગિયાર વાગ્યા પછી આવતા લોકો બીતા પણ આ તો યુવાન છોકરાઓ કોઈ વાત માને નહિ ના પાડે ત્યાં જાય. રિક્ષા માટે માનવ,કેતન અને કિશોર રાહ જોવા ઉભા હતા. અંદરથી થોડો ડર પણ ખરો.

એકબીજાને દેખાદેખી કોઈનો ડર દેખાતો ન હતો. હસી મજાક અને ફિલ્મની ઘટના વાગોળી સમય પસાર કરી રહ્યા હતા. કોઈ રિક્ષા મળે તો ઘર તરફ લઈ જાય. રાહ જોતા રાતના બે ને દસ થઈ એટલામાં અચાનક એક રિક્ષા દેખાય અને હાથ કરી ઉભી રાખે એ પહેલા રિક્ષા ઉભી રહી ગઇ. બધા અંદર ફટાફટ બેસી ગયા. અને રિક્ષા તો ઉપડી ભાઇબંધોને ક્યાં ઉતરવું છે એ પણ તેઓ ભુલી ગયા કહેવાનું કેમ કે અંદરનો ડર વધી ગયો હતો. એટલે એકબીજાના મનને સમજાવતા જોર જોરથી વાતો કરવા લાગ્યા.

"ડોફા તારી માસી અને કિશોર તારા ભાઈ ખોટા બીવડાવી દીધા. કંઇ ભૂતના હોય. . . તે જ જોયું ને કોઈ બીક લાગે એવું કે કોઈ ભૂતબુત જોવા મળ્યું. ઉપરથી કેટલી મજા આવી."

ત્યાં જ રિક્ષા થોડી આડી અવળી ચાલી અને બધા એક બીજાને અથડાયા.

"અરે કાકા જરા જોઈને."

"અરે કંઇ નહિ થાય તમ તમારે શાંતિથી બેસો તમારું ધર આવે એટલે ઉતારી દઉં."

અચાનક કાકાને જોતા છોકરાઓને થોડી અંદરથી બીક લાગી. પછી એકબીજાનો હાથ પકડી ભગવાનનું નામ શરુ કરી. ત્યા એક ભાઇબંધની નજર કાકાના પગ ઉપર પડી બને પગ ઊધા હતા. કાકા અરીસામાંથી જોવે એ પહેલા છોકરાઓએ નજર ફેરવી લીધી. ઠંડો ઠંડો પવન આવતા હોવા છતાંય બંને છોકરાઓ પરસેવે રેબઝેબ થઈ ગયા. અને ત્યાં જ ત્રીજો મિત્ર બોલ્યો

"અલ્યા રસ્તામાં ભૂત જોયું કે શું ?"

પેલો છોકરાઓ તેનો મિત્રનો પગ દબાવવા ચૂપ રે એવું કહેવાનો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા હતા પણ અવાજ નીકળે જ કેવી રીતે એતો એટલી હદે ડરી ગયા હતા. બે મિત્ર ઘર આવતા ઉતરી ગયા. ત્રીજે મિત્રને ઇસારો કર્યો આવી જા, ત્યાં જ પેલો રિક્ષા ચાલક બોલ્યો "તારે તો આગળ ઉતરવું છે ને ?"

મોઢામાંથી ડરના કારણે અવાજ ન નીકળી શક્યો ખાલી હુંકાર જ કર્યો. તરત રિક્ષા આગળ વધી પછી તેને પેલા રિક્ષા ચાલક બાજું ઉંચુ મોઢું કરી જોવાની કોશિશ ન કરી. એના હાથપગ ધુજી રહ્યા હતા ડર ને કારણે. મનમાં હનુમાનજીનું ખાલી નામ જ બોલી રહ્યો હતો. એટલો ડરી ગયો હતો કે હનુમાન ચાલીસામાં જાણે ભૂલી ગયો. થોડેક દુર જતા જ રિક્ષા ઉભી રહી તરત રિક્ષાની બહાર ઉતરતા જ આખુ પર્સ આપીને છોકરો ભાગ્યો. પાછુ વળી જેવાની હિંમત ન કરી દસ મિનિટ દોડીને તે ત્યાં જ પડી ગયો. સવાર થતા એ પોતાના ઘરે સુતો હતો અને તાવથી તપી રહ્યો છે. એને રિક્ષામાંથી ઊતર્યા પછી તેની સાથે શું બન્યું તેને તેને કંઈ જ ખબર ન હતી.


Rate this content
Log in

Similar gujarati story from Horror