ચંપા
ચંપા


રઘલો બબડાટ કરતો બોલ્યો આ પતરાથી તો થાકી ગયો છું. એક જગ્યાએ ડામર લગાવ્યો ત્યારે બીજા ચાર કાણા પડ્યા, જયારે વાવાઝોડાને વીજળી પવન સાથે આવે છે ત્યારે આ પ્લાસ્ટિકનો પણ કોઈ ધડો રહેતો નથી.
ચંપાડી તારા રુપની સુંદરતા જેવું ઘર પણ સુંદર બનાવી શક્યો હોત તો મારો ભવ સુધરી જાત. મને સંતોષ હોત કે મારી ચંપાડી મારી જોડે ખૂબ ખુશ અને સુખી છે. ચંપા શરમાઈને તમે મારી જોડે છો આનાથી વધારે ખુશી મારા માટે કંઈ નથી. ઘર તો પછી પણ થાશે. રધલો પણ નસીબ પડીયા કાણા છે તેને શું કરીએ. ત્યાં જ કાળા ડીંબાગ વાદળોની સવારી સડસડાટ પવન સાથે નીકળી. રધલો હું ફટાફટ તાડપતરી લઈને આવું. તું કેરોસીન ભરી ફાનસ તૈયાર રાખજે.અને બધે પ્લાસ્ટિક ઢાંકી દે જે હું હમણાં જ આયો ...જલ્દી આવજો મને વીજળીથી બહુ ડર લાગે છે.હમણાં ગયો ને હમણાં આવ્યો...રઘલો એકી શ્વાસે દોડતો ગયો ને..બોલ્યો, ચંપાડી ડરતી નહિ.. રધલો ઘર પાસે પહોંચવા જ આયો તો...અને બીજી બાજુ ચંપા ઘરના બારણે ફાનસ લઈ રાહ જોઈ ઊભી જ હતી. ત્યાંજ વીજળીનો જોરદાર કડાકો થયો ને ...એ અંધારી સાંજે વીજળી સડસડાટ કરતી બાણ વેગે આવીને રધલાની ચંપાડીનું સર્વસ્વ લઈ ગઈ.