ભરતગૂંથણ
ભરતગૂંથણ


રુખીએ સુખદુખનાં દિવસોમાં રણછોડને સાથ આપીને ધીરજથી જિંદગીનાં સારા નરસા સમય જેમતેમ કરી પસાર કર્યાં. કોઈ દિવસ હોકાર પણ નથી કર્યો. થોડા પૈસામાં ઘર ખર્ચ ચલાવી લેતી .કયારેય પૈસા માટે બુમો નથી પાડી. હવે તો ઘરમાં વહુ આવી છે ત્યા થી રોજની રકઝક ચાલું થઈ ગઈ.
વહુ: મારાથી આ રોજ રોજની કરકસરમાં દિવસો નહીં જાય.
રુખી: વહુ બેટા થોડી ધીરજ રાખો સૌ સારાવાનાં થશે. તડકોને છાયડો જીવનમાં આવે રાખે. આ દિવસો પણ ચાલ્યા જશે.
રુખીનો દીકરો માને ભેટી રડી પડ્યો.આજે મને સમજાયું કે તારી સાડીમાં ઠીંગડાનું મહત્વ અને તોય તું મને એવું કહી સમજાવતી રહી કે 'આ તો ભરતગૂંથણ કર્યુ છે, બેટા એ તો મારે શીખવું હતું એટલે જુની સાડી પર અખતરો કરી જોયો. પણ મા હવે મને સમજાયું ! હું કેમ કરી શીખવીશ આ "ભરતગૂંથણ ?.