MITA PATHAK

Abstract Inspirational Others

3.5  

MITA PATHAK

Abstract Inspirational Others

સ્કૂલ મિત્ર

સ્કૂલ મિત્ર

2 mins
119


ધારા, અંજુ, અર્જુન, મીના, વીણા બધા જ મિત્રો એકસાથે જ સ્કૂલ જતા. લગભગ એક કિલોમીટર દૂર સ્કૂલ હશે. સ્કૂલનાં સમય કરતા એક કલાક પહેલા ધારા જ પહેલી નીકળવાની શરૂઆત કરે અને એક પછી એક બધા મિત્રોનો ઘરેથી સંગાથ કરી સ્કૂલે જવા નીકળતા. બાલમંદિરથી જ સાથે ભણતા બાળકો હવે નવ-દસમાં ધોરણમાં આવી ગયા છે. સદાય સાથે રહેતા રહેતા પાક્કી મિત્રતામાં બંધાઈ ગયા છે. સાથે સાથે તે તેમના સુખદુઃખના પણ ભાગીદાર બની ગયા છે અને કોની શું જરૂરિયાત છે તે પણ હવે ખબર પડી જાય એવી સુંદર અને ગાઢ મિત્રતામાં બંધાય ગયા છે.

ચોમાસું શરુ થાય એટલે પહેલા વરસાદમાં બધા જ મિત્રો પલળીને મોજ કરી લેતા. હા પણ સ્કૂલથી પાછા આવનો સમય હોય તો જ નહિ તો આખો દિવસ પલળેલા કપડે સ્કૂલમાં પસાર કરવો અઘરો પડી જાય. ધારા અને અર્જુન હમેંશા સાથે છત્રી લઈને જ નીકળે. ધારા હમેંશા અંજુને બોલતી, તું કેમ છત્રી ભૂલી જાય છે ? તને તો ખબર જ હસે ને પેલી કહેવત કે "વહુ અને વરસાદ ને જશ ન હોય" વરસાદ પણ જાણે અવળચંડા વેળા કરતો હોય એવું લાગે, સ્કૂલથી છૂટવાનાં સમય પર જ વરસાદ માઝા મૂકે છે. હા સાચું કીધુ તે ધારા. . . હવેથી હું યાદ રાખીશ છત્રી લઈ આવવાનું.

આજે ધારા સ્કૂલ નથી આવી એટલે અંજુ એકલી છે. આમ તો મીના, વીણા ખરા પણ તે તેનાથી બે ધોરણ નીચા ક્લાસમાં એટલે બહુ વાતચીત ન થાય. સ્કૂલ છૂટે એટલે એ એમની રીતે નીકળી જાય. પણ અર્જુન, ધારા એના જ ધોરણમાં એટલે ઘરે પણ અર્જુન સાથે જવાનું છે. એક તો ધારા નથી આવી. અંજુ મનમાં જ બોલી આજે પાછી હું છત્રી ભૂલી ગઈ છું.

સ્કૂલમાં આવીને પિરિયડમાં(Menstruation) થઈ ગઈ. છું. એટલે તે મનોમન સવારથી પ્રાર્થના કરતી કે આજે વરસાદ ન પડે તો સારું, સ્કૂલ છૂટતા બંને સાથે ચાલવા લાગ્યા. અર્જુનને પૂછ્યું ? કેમ આજે ઢીલી ઢીલી લાગે છે. કંઈ નહી. અરે કંઈ તો થયું છે ? કોઈ કંઈ કીધુ ? ના યાર આ વરસાદ હમણાં જ પડશે અને હું પલળી જઈશ. અને તને ખબર છે ને હું છત્રી ભૂલી જાઉં છું. મારે આજે સેજ પલળવું નથી ફટાફટ ચાલી નાખ્યે. હા ચાલ. ત્યાં જ વરસાદ ચાલું થઈ ગયો. હે ભગવાન ! અંજુ બોલી ! છોકરીઓને જ આવી મુશ્કેલીઓ કેમ આવે છે. અર્જુન થોડું સમજી ગયો તેને તરત છત્રીમાં અંજુને લઈ લીધી અને અંજુ પલળી નાં જાય તેની તકેદારી રાખી. તેને ખભે હાથ મૂકી ધીમે ધીમે રસ્તો પસાર કરી લીધો. અંજુ પાસે કોઈ જ શબ્દ ન હતા. ઘરે પહોંચી તેને અર્જુનનો આભાર માન્યો. . અરે એમાં શું આભાર. . . તું તો મારી મિત્ર છે અને આ મારી ફરજ છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract