MITA PATHAK

Tragedy Inspirational

4.1  

MITA PATHAK

Tragedy Inspirational

ગેરસમજ

ગેરસમજ

2 mins
229


હેલ્લો જીજુ. . તમે કેમ છો ?

બસ મજામાં.

તમે ક્યારે આવો છો અમેરિકાથી ?

બસ જો, આવતા મહિને આવીએ છે. અને દીદી અને મારો લાલુ મજામાં છે. હા બધા જ મજામાં છે.

તારા ઘરે બધા ઓલરાઈટ છે ને ?

હા. . લે તારી દીદી સાથે વાત કર.

હાશ ભારત દેશ જેવી હવા કયાંય નહી. મને તમે સીધા મારી મમ્મીને ત્યાં જ છોડી દો. પપ્પાની તબિયત ખૂબ ખરાબ છે અને મમ્મીને મારી જરૂર છે. સારું થોડા દિવસ પછી હું ઘરે આવી જઈશ. થોડીવાર સાસરીમાં સમય વિતાવી નરેશે પત્નીને ઉતારી સીધી ઘર તરફ ગાડી હાંકી લીધી. ઘરે બધાને મળીને દિલને ઘણી ઠંડક થઈ. બધા સાથે ફોનથી વાતો ને સંગાસંબંધીને ત્યાં કેટલાય વખત પછી મુલાકાતો,મજા આવી ગઈ. ભારત દેશ એટલે સાચુ કહું તો બાળપણથી લઈને વૃદ્ધ ની જેમ પણ જીવી લેવાઈ તેવી જિંદગી છે. નરેશ પોતાના વતન સાથે યાદો વાગોળતો હતો ત્યાં એને યાદ આયું સાળીને પણ ચોકલેટ દઉં એ પણ ખુશ થઈ જશે. એમ પણ કાલે ચોકલેટ ડે છે એટલે એક તીરમાં બે નિશાન. નરેશે સાળીને ફોન કરી કીધું તારી દીદી પિયરમાં છે એટલે ઘરે તો સાથે જ આવીશું પણ તું કાલે ઓફિસે જઈશ ત્યારે હું તને ચોકલેટ આપતો જઈશ. બસ હવે તો નહી કહે ને અમેરિકાની ચોકલેટ પણ ન ખવડાવી.

બીજા દિવસે નરેશ ચોકલેટ આપી થોડીવાર વાતચીત કરી છૂટા પડ્યા. નરેશની સાળી ઘરે જઈ બાળકો અને તેના પતિ સાથે ચોકલેટો નો આનંદ માન્યો. ત્યાં જ સાળીનો પતિ બોલ્યો. . . . જીજાજી ઘરે આવ્યા હોત વધારે આનંદ આવત તને આફિસે મળ્યા એના કરતા. . . . નહીં !!?? હા ! એ ઘરે દીદી આવશે ત્યારે આવશે. તો દીદી આવે તો ત્યારે જ ચોકલેટસ આપવા આવ્યા હોત તો જમણવાર પણ થઈ જાત. સાળી બોલી ""કંઈ વાંધો નહીં . . . હવે, જે થયું તે "" પણ પણ મને ના ગમ્યું તેનું શું ? પછી તો રોજ ચોકલેટ ડે ની ઉજવણી સાળીના ઘરમાં રોજ થવા લાગી. એક ગેરસમજ છૂટાછેડા સુધી પહોંચી. નરેશની પત્નીને એ વાતનો અફસોસ આખી જિંદગી રહ્યો કે તે તેની બહેનના પતિને સમજાવી ન શકી અને પતિને પણ કહી ના શકી કે આ અમેરિકા નથી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy