Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Abstract Drama

5.0  

Kalpesh Patel

Abstract Drama

ખજાનો

ખજાનો

7 mins
3.9K


રૂપા દિગ્મૂઢ બની ગઈ, એનો ભાઈ સાવ માટીપગો નીકળ્યો હતો. હવે કશોજ અર્થ ન હતો તે તરતજ હેમંતને લઈ સાસરે પછી આવી ગઈ.

વાત એમ હતી કે યશવંતરાય વીંછીયા ગામના જાગીરદાર, મોટી ખેતી અને સમાજમાં કરેલી લખલૂટ સખાવતથી સમાજનું મોટું માથું ગણાતું, તેઓ તેઓની પત્ની સુનંદાદેવી અને દીકરો વસંત અને દીકરી રૂપા સાથે રહેતા. વસંત અને તેની બહેન રૂપા લગભગ સમોવડિયા હોઈ તેઓ સંપીલાં હતા અને વસંત હમેશા રૂપાની ખુશીનો ખ્યાલ રાખતો. સ્મયાંતરે યશવંતરાયે દીકરા વસંતના લગ્ન માલતી સાથે તથા દીકરી રૂપાના લગ્ન હેમંત સાથે કરેલા, પણ તે તેમની જાહોજલાલીને તેમના પૌત્રો –પૌત્રી દ્વારા ભોગવતા ન જોઈ શક્યા, ખુબજ ટૂંકી માંદગીમાં પરલોક સીધાવી ગયા.

યશવંતરાયના અચાનક અવસાનથી વસંત એક માત્ર વરસ હોઈ આ લખલૂટ સંપતિનો માલિક બન્યો અને તેની પત્ની માલતી મહારાણીની જેમ મહાલતી થઈ, તેને હવે સુનંદાનો પ્રેમ એ કોઈ ચોકીદારની આણ હોય તેમ દીસતો અને તેથી વારેવારે સુનંદાનું અપમાન કરતી. તો રૂપાના તેની માં સુનંદા તથા ભાઈ વસંત પ્રત્યેના પ્રેમને તે યશવંતરાયની મિલકત માટેના પ્રેમના સ્વરૂપે જોતી હતી, અને રૂપા તેના બાપની મિલકતમાં ભાગ પડાવશે તેવા શંશયથી હમેશા પરેશાન રહેતી.

રૂપાનું સાસરું યશવંતરાય જેવુ સ્મૃધ્ધ નહીં પણ રૂપાના સાસરિયાં ખાધેપીધે સુખી અને યસવંતરાયે જમાઈ હેમંતનું ભણતર જોઈને જ હેમંત સાથે રૂપાના અરૈંજ મેરેજ નક્કી કરી નાખ્યા હતા. અને રૂપાએ પણ તેના પિતાની મરજીને માન આપી હેમંતને અપનાવી લીધો હતો.

રૂપાનો વર હેમંત આર્મીમાં હતો અને એની પોસ્ટીંગ કાશ્મીરમાં હતી…હજી તો: વરસ પહેલા જ રૂપા એની સાથે ગઈ હતી. હેમંતની માં શારદાને ખબર હતી કે રૂપાને સાથે કાશ્મીર લઈ જવાની હેમંતની ઈચ્છા નથી, પણ રૂપાની જીદ સામે નમતુ મુકીને તેને લઈ જવી પડી હતી…રૂપાને કાશ્મીરમાં એના પતિ સાથે રહેવુ હતું અને સાસરીમાં બધાજ લોકોનો વિરોધ…! છતાં પણ જિદ કરીને એ ગઈ.

રૂપા આજે ખૂબ ખુશ હતી તેની કઠિન પ્રતીક્ષા, અને ધીરજ પછી અંતે એના સતરંગી સપનાઓ હકીકતમાં પરિવર્તીત થઈ ગયા હતાં. એ ખુદને આસમાનમાં ઊડતી પરી જેવી લાગતી હતી. થોડો સમયતો આ ખુશીના નશામાં બધુ સારુ સારું લાગ્યું અને પછી જીવનમાં પરીકથાનો ભાગ પૂરો થયો, જીવન હકીકતની દુનિયામાં પ્રવેશવા લાગ્યું.

રૂપા અહીં મિલેટરી ક્વાટરના નિયમોમાં બંધાતી ચાલી. ફરવાની શોખીન રૂપાને આ બધું થોડું..ના – કદાચ વધારે પડતું અઘરું પડતું હતું. અત્યાર સુધી એના જીવનમાં તેને મોજ મસ્તીજ જોયેલી, પાણી માગે તો સરબત મળતું, એણે હેમંત સાથે લહેરી સહજીવન જીવવાના સપના સિવાય કશું વિચાર્યું જ નહતું. આ બધા નિયમો તો જાણે ‘કડવી સુદર્શનની ગોળી, જેને ગળવાની નહીં પણ મોઢામાં મૂકીને ધીમે ધીમે ઓગળવા દેવાની કે ચાવી જવાની’ જેવી હાલત હતી. કડવા ઘૂંટ હસતા મોઢે પીતાં પીતાં એ નવાવાતાવરણમાં સેટ થવાનો પ્રયત્ન કરતી હતી. હેમંત એને ખૂબ પ્રેમ કરતો હતો અને બહુ જ ધીરજથી એની સાથે વાત કરતો હતો એટલે રૂપાને બહુ તકલીફ નહતી. રૂપાને તો જિંદગી હવે હેમંત સંગ વિતાવવાની હોઈ તે અહીંના બંધિયાર દિનચર્યામાં ધીરજ રાખીને સમય વિતાવતી હતી. લાગણીના દરિયામાં કદીક ભરતી અને કદીક ઓટ – આમ રૂપા સેટ થવાનો પ્રયત્ન કરતી હતી.

થોડા દિવસ રહીને એને પોતાના પિયરની યાદ આવી. અહીં મિલેટરી કેમ્પમાં આવ્યે છ એક મહિના થયા હતા, અને તેને વીંછીયા ગામનો સાતમ આઠમનો મેળો યાદ આવી ગયો, પોતાના પિયરે ગયે વરસે પણ ગઈ નહતી. એને હેમંતને કીધું હેમંત ચલ મારે ગામ, આપણે ત્યાં સાતમ આઠમના મેળાની મજા કરશું. હાલ બોર્ડર ઉપર પરિસ્થિતી કાબુમાં હોઈ, મિલેટરી કેમ્પ તરફથી રજા માટે કોઈ અટકાવ પણ નહતો. તેઓ હેમંતના તાજેતરના લગ્નથી વાકેફ હતા તેથી શક્ય એટલી વધારે રજા અને આર્મીની જીપ પણ આપી.

અને, થોડી કુટુંબીજનો માટે ભેટ સોગાત ખરીદી બીજે દિવસે રૂપા અને હેમંત વતન આવવા નિકર્યા, હેમંતને ઘેર ઉત્સવ જેવુ વાતાવરણ હતું, અને હેમંતના માં હેમંતને મિલેટરી વરદીમાં જોઈને આનંદિત થયા, તે દિવસ બહુ આનદમાં વિત્યો. હેમતે રૂપાના મનની વાત તેની મા શારદાને કહી કે, રૂપા સાતમ આઠમ તેના ઘેર વીતાવા માગે છે. હેમંતના મમ્મી પણ રૂપાના મનની સ્થિતી સમજતાં હતા તેથી રૂપાને – પિયરે મૂકી આવવા માટે હેમંતને કીધું અને આમ રૂપા તેના પિયર જવા માટે બીજા જ દિવસે તૈયાર થઈ.

જ્યારે હેમંતે જીપની ચાવી ઘુમવી સ્ટાર્ટ કરી ત્યારે, એના દિલમાં કૂણી કૂણી લાગણી સળવળવા લાગી. એ પોતાના ઘરે જતી હતી…એ ઘર જ્યાંની દીવાલો પર એને ક્રેયોનથી દોરેલા ફૂલ અને પતંગિયા છે, એની દીવાલો પર એનો મનગમતો આસમાની કલર હસતો હશે, ક્યારામાં વાવેલ ચમેલીના સફેદ નાજુક ફૂલો એની ચાદર પાથરીને જાજમ બનાવીને એની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં હશે, હિંચોરા ખાટના કડાંનો ચીંચૂડાટ પણ એને અવાજ કરી કરીને પોકારી રહ્યો હતો, એનો બેડરૂમ, એનો પલંગ એના પર હાથથી ભરેલી ફૂલોની ભાતવાળી ચાદર, બારી પર સાટીનનાં પડદાં અને એનું કબાટનું પેલું ખાનું..ઓહ…એ ખાનામાં એણે પોતાની કેટકેટલી યાદગીરી સાચવી રાખી હતી ! ચાર વર્ષની હતી ત્યારે તૂટી ગયેલ હાથવાળી ઢીંગલી જે એને અનહદ પસંદ હતી, પોતાના ખુબજ વહાલી, સાતમા ધોરણની ગુજરાતીની નોટબૂક જેમાં એના મનગમતા ટીચર અમૃતભાઈની ‘મારો યાદગાર પ્રવાસ’ નિબંધ ઉપર ઢગલો પ્રેમ ઢોળીને લખેલી રીમાર્કસ અને પાંચ સ્ટાર આપેલા તે અને પોતાના સ્કૂલડ્રેસની અતિપ્રિય લાલ રંગનો સ્કર્ટનો બેલ્ટ, પહેલવહેલો દાંત તૂટી ગયેલો, તે યાદગીરીરુપે એને બધાથી છૂપાવીને “કપાસ” માચીસના બોકસમાં મૂકીને ત્યાં સાચવી રાખેલો હતો, હેમંત જ્યારે પહેલીવાર મળેલ ત્યારે તેને આપેલ પહેલવહેલું ગુલાબનું ફૂલ એની નાનકડી પર્સનલ ડાયરીમાં પ્રેસ કરી મૂકીને એ જ કબાટના ખાનામાં મૂકી રાખેલ હતું ને..તે કબાટની તમામ વસ્તુઓ તેનો ખજાનો હતો, એની પોતીકી, અલાયદી દુનિયા હતી. એના કબાટને લોક કરવાની સુવિધા હતી જેની ચાવી ફકત અને ફકત એના ગળામાં પહેરેલ કાળા દોરામાં પૂરોવાયેલી રહેતી. એના સિવાય કોઈને પણ એ ખાનાને અડવાનો હક નહતો.

ઘરનું આગણું ગલીમાં ટર્ન લેતા દૂરથી દેખાવા લાગ્યું અને રૂપાની આંખો પાણીથી ભરાવા લાગી. લગ્ન પછી ગુમાવેલ પિયરની માયાનો અહેસાસ અત્યારે થતો હતો. દિલ અંદરથી હચમચવા લાગ્યું હતું. જીપનું પૈડું ખાડામાં આવતા અને જમણી બાજુ ખેંચાઈ, પણ હેમંતના અનુભવી હાથે પાછી રસ્તે ચડી અને તરત જ રૂપા ભાનમાં આવી અને લાગણીના ઘોડાપૂરને પણ હાલપૂરતી બ્રેક મારવી તેને હિતાવહ લાગી. અને જોતજોતામાં તો જીપ યશવતરાયને ત્યાં પહોચી આવી.

વટથી જીપમાંથી ઉતરી રૂપાએ પોતાના ઘરનો ઝાંપો ખોલ્યો અને જોયું તો ચમેલીના વેલાની જગ્યાએ કોટા સ્ટોન લાગી ગયા હતા કાંઈ વિચારે ત્યાં હેમંત જીપ લઈ ને અંદર કમ્પાઉન્ડમાં આવ્યો અને જીપનો અવાજ સાંભળી સુનંદાબેન બહાર આવ્યાં.

‘અરે, અરે…ઊભી રહે દીકરા. "ના ખબર ના પત્ર" "ભાઈ, તમે લોકોએ તો ભારે કરી", "મજામાં ને કુમાર ?" , હું આવી ...પછી અંદર જઈને આરતીનો દીવો લઈ આવ્યા અને એને કંકુ ચોખાથી પોંખીને જમાઈ અને રૂપાના ઓવારણા લીધા અને રૂપા હેમંતને વટભેર પોતાના ઘરમાં ખેંચી ગઈ.

‘પોતાનું ઘર – અહાહા….’ ઘરની જાણીતી ખૂશ્બુ આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લઈને ફેફસામાં ભરી લીધી. મગજ તરબતર થઈ ગયું અને એ વટભેર સોફામાં પોતાની જગ્યાએ બેસી ગઈ. એના મમ્મી સુનંદાબેન એના આ પાગલપણ પર હસી પડ્યા અને હેમંત તરફ પ્રેમ પૂર્વક જોતાં રૂપાના ગાલ પર હલકી વ્હાલભરી ટપલી મારીને બોલ્યાં,

‘બેસ બેટાં, તમે બેસો હું પાણી લેતી આવું.’

હેમંત શંખેડાના હિંચકે બેઠો હતો અને રૂપા પલાંઠી વાળીને સોફામાં બેસીને આખા ઘરનું નિરીક્ષણ કરવા લાગી. બારી પરના પડદાં બદલાઈ ગયા હતાં. ‘આમ પણ એ જૂના થઈ જ ગયેલાં, સારું થયું બદલી નાખ્યા.લાઈટ નવી લગતી હતી તો પંખો ચકચકિત હતો. ઘરના લાઈટ પંખા સાફ કરવાનું કામ રૂપાનું રહેતું અને એ બહુ જ પ્રેમથી દર અઠવાડિએ એ કામ પૂરી નિષ્ઠા સાથે પાર પાડતી. પોતાના ગયા પછી પણ એનો ચકચકાટ નવા પંખા જેવો અકબંધ જોઈને દિલમાં ક્યાંક કંઈક ફડફડયું. ખબર નહીં કેવી લાગણી ! એને સમજવા જેટલી પરિપક્વ એ હજુ નહતી કદાચ. હિંચોરાખાટની જગ્યાએ નવો શંખેડાનો હિંચકો આવી ગયો હતો જેમાં કીચૂડાટ નહતો કરતો, કદાચ એના કડાં બોલબેરિંગ સાથે લાગી ગયા હતા. દીવાન ખાનામાં નવી ગ્રેનાઈટની ફર્સ જગારા મારતી ચમકતી હતી.

અચાનક એના મગજમાં શું આવ્યું ખબર નહીં ને, એ ઊભી થઈને ઉપર પોતાના રૂમમાં ગઈ, પોતાના કબાટ આગળ પહોંચી અને જોયું તો બારી પાસેનો તેનો પલંગ ગાયબ હતો.અને ત્યાં ખૂણા સામે જ સીસમના લાકડાનું એનું પ્રાણપ્યારું ખજાનાનું કબાટ હતું અને એ જોઈ ખુશખુશાલ થઈ ગઈ. એણે એની ચાવી તેને જતી વખતે કબાટ ઉપરની ફાટમાં ખોસી રાખી હતી. વળતી પળે રૂપાએ હાથ કબાટ ઉપર ફેરવ્યો અને એ ચાવી લઈ કબાટ ખોલવાનો પ્ર્યત્ન કર્યો પણ આ શું ? એ કબાટનો નકુચો તોડી નાખેલ હતો તેને કોઈ તાળું ન હતું. ખુલ્લા કબાટને હવે કોઈ જ ચાવીની જરુર નહતી. અને રૂપાના દિલમાં એક ધ્રાસ્કો પડ્યો. એણે ફટાફટ હેંડલ ખેંચીને કબાટ ખોલ્યું તો, પોતે હાથથી ભરેલી ફૂલોની ચાદરના ટુકડામાં બાંધેલા જૂના ડ્રેસનું પોટલું તેના ઉપર પડ્યું, કબાટની અંદરનું દ્રશ્ય જોઈને એનું મન હલબલી ઉઠ્યું. કબાટની અંદર એની ભાભીના જૂના ચંપલ અને અને બિલના કાગળો, તેના પપ્પા યશવંતરાયની ટોપી અને અન્ય જૂના ધૂળથી ફિક્કા પડેલા ફોટાઓમાં તેનો ખજાનો શોધ્યો પણ ઘરના નકામાં સામાનના લદાયેલ દંકચર એની ભરપૂર હાંસી ઉડાવી રહ્યો હોય એવું લાગ્યું , દીવાનખાનાની અને પેલા પંખાની ધૂળની સફાઈ જેટલી સહજતાથી આ કબાટની પણ સફાઈ થઈ ગયેલી જોઈ રૂપા હેબતાઈ ગઈ.

ત્યાં દીવાનખાનામાંથી મમ્મીનો અવાજ આવ્યો હે રૂપા તું, હેમંત કુમારને એકલા મૂકી ક્યાં છે ? એ આવી મા કહેતા, સ્વસ્થ થઈ, જઈને જુએ છે તો સુનંદામાં ચા અને બાજરીના વડાં લઈ આવ્યા હતા. હજુ હેમંત ચાયનો કપ હાથમાં લે ત્યાં માલતી ભાભી બહારથી શોપિંગ કરીને આવ્યા હોય તેમ લાગ્યું અને રૂપાને જોઈ ના જોઈ કરી, સુનંદાબેનને તતડાવતી હોય તેમ બોલી, અરે મા શું ખાલી ચા અને વડાં ખવડાવીને આલોકોને પાછા મોકલશો ? રૂપા આ સાંભળી ચક્કર ખાઈને સોફામાં ત્યાં જ ઢગલો થઈ ગઈ. તે તો અહીં સાતમ -આઠમનો મેળો માણવા રહેવા આવી હતી અને ભાભી તેઓને આજે જ પાછા મોકલવાનો ઈરાદો રાખતી હતી.

હેમંતે ચાનો પ્યાલો પરત મૂકી, રૂપાને ટેકો આપ્યો અને હેતથી બોલ્યો અરે રૂપા ચલ જલ્દી કર. તે તારી મમ્મીને માટે આપણે લાવ્યા તે કાશ્મીરી શાલ હજુ નથી આપી ? કઈ વાંધો નહીં, હું હમણાં જીપમાંથી લઈ આવું. હેમંત જીપમાં પાછળ ડીકીમાં રાખેલી રાત્રી રોકાણ માટેના કપડાંની બેગ ખોલી શાલ શોધતો જોઈ ઓશિયાળા બનેલી સુનંદા ભીની નજરે મનોમન યશવંતરાયને પૂછતી.! રૂપાને તેનો ખજાનો કેવી રીતે આપું....ત્યારે વસંત કોરી આંખે તેની બહેન રૂપાને જોઈ રહ્યો હતો... !


Rate this content
Log in

Similar gujarati story from Abstract