Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Tragedy

5.0  

Sapana Vijapura

Tragedy

પપ્પાની દીકરી ગઈ પપ્પાને મળવાં

પપ્પાની દીકરી ગઈ પપ્પાને મળવાં

1 min
428


પપ્પાની દીકરી ગઈ પપ્પાને મળવાં,

રડતી રડતી તડપતી પપ્પાને મળવાં.


ઘર તો જાણે સુનું 'તું દરવાજા રડતાં,

જલ્દી જલ્દી પહોંચી પપ્પાને મળવાં.


પકડીને હાથ એ ઢગલો થઈ ગઈ ત્યાં જ

જોઈને હેબકાઈ ગઈ પપ્પાને મળવાં.


ફીકી ને બોલતી એ આંખો પપ્પાની,

બચપન એ શોધવાં ગઈ પપ્પાને મળવાં,


"પપ્પા, લો દીકરી આવી પરદેશથી,

અંતર લાંબાં એ કાપી પપ્પાને મળવાં,


પપ્પા તાકી રહ્યા ખાલી આંખોથી બસ,

આ છે કોણ બેન આવી પપ્પાને મળવાં,


દિલમાં ઊંડુ કશું ખૂંચી ગયું, કંપી ગઈ,

"હું છું તમ અંશ આવી પપ્પાને મળવા."


પંખી ઊડી ગયું પપ્પા સિધાવ્યા પરલોક,

'સપના' ક્યારે જશે ઈ પપ્પાને મળવા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy