Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance Thriller

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance Thriller

ભગ્ન હૃદયનું પાત્ર

ભગ્ન હૃદયનું પાત્ર

1 min
7.0K


એને મેળામાં એકવાર ભગ્ન હૃદયનું પાત્ર,

મુગ્ધ ભાવોથી ભરીને કેવું છલકાવ્યું હતું,


એમાં હળવેક થી એને સ્નેહના સ્પંદનનું,

એક મોરપીંછ મહોબ્બતથી ઝબોળ્યું હતું,


પછી એને બંધ નયનોથી મારી જ સામે,

વેધક નજરે જરાક કાતિલાના જોયું હતું,


આ બધું જ મેં મારી નજરો નજર નિર્દોષ,

દિલથી હતપ્રભ થઈને હેતે નિહાળ્યું હતું,


નૈનકમાનેથી એ મોરપીંછ મારી ઉપર મને,

મારીને પ્રેમથી જીવતો રાખવા છોડ્યું હતું,


આ દિલ મારું તરત જ ઘાયલ પંખી થઈને,

મહોબ્બતના મેદાનમાં કેવું તરફડતું હતું,


બસ તે દિવસથી આજ સુધી મુજ હૈયાને,

હજુ સુધી ક્યાં કોઈ જ સૌન્દર્ય ગમ્યું હતું,


જિંદગીની એ "પરમ" પળ હજુયે યાદ છે,

કોઈ "પાગલ" કહી ને કેવું સરસ હસ્યું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama