શબરી
શબરી
આવશે આજે હવે, બોલી રહી'તી આજ એ,
તૂટતા સાદે ફરી ગોતી રહી'તી આશ એ.
નીરખીને હાથ બન્યો જો લલાટે સ્થિર એ,
કોણ આવ્યું આંગણે જોઈ રહી'તી વાટ એ.
કામકાજે જાત ભૂલી એક માળા એ જપી,
રાત વીતે હાલ જો! ખોઈ રહી'તી જાત એ.
હોય શ્રદ્ધા કે અહીં ખૂટે નહીં આશા કદી,
છે ગરીબી ને સદા જોડી રહી'તી હાથ એ.
થાય "ખુશી" બોર મીઠાં ચાખતા જો આજ તો,
રામ આરોગે, રડી જોઈ રહી 'તી આંખ એ.
